રજકણ
હરીન્દ્ર દવે
રજકણ સૂરજ થવાને સમણે,
શાંત જળમાં એક નાનકડી કાંકરી નાખ્યા પછી એનાથી જાગતાં આંદોલનોને, વલયોને ધીમેધીમે જળમાં વિસ્તરતાં અને વિલીન થતાં આપણે જોઈએ ત્યારે મન સર્જન-વિસર્જનનો, આનંદ-ગ્લાનિનો મિશ્ર અનુભવ કરે છે. હરીન્દ્રભાઈનું ‘રજકણ’ કાવ્ય પ્રથમ વાર વાંચ્યું ત્યારે આવી જ અનુભૂતિ થઈ. એક રજકણનું ઊડવું-ઢળવું મનને સ્પર્શી ગયું. વર્ષો પછી આ લેખ નિમિત્તે કાવ્ય ફરી વાર વાંચ્યું ત્યારે જણાયું કે જે પામેલાં એ તોકલ જેટલું હતું. આ કાવ્યમાં તો મિતભાષી કવિ સંવેદનવિશ્વનું ઐશ્વર્ય પાથરી રજકણમાં સૂરજનું સપનું છુપાવી દૂર ચાલ્યા ગયા છે. આ કાવ્ય માટે રજકણની ઉત્થાન-પતનની ક્રિયાનું દર્શન નિમિત્ત બન્યું એ સાચી વાત. પરંતુ રજકણનું લીલામય ગતિચિત્ર આલેખવું એટલું જ કવિના મનમાં નથી. અહીં તો વર્ષોની સાધનાનું એક ચિત્ર છે. નિરાશ થવા છતાંય મહાન સ્વપ્ન સર્જવાનું ન છોડનાર એક નાનકડા માનવીની વેદનાપૂર્ણ છબી છે.
ગીત નાનકડું છે. આપણી આંખ જેટલું નાનું છતાં વિશ્વરૂપ દર્શનની શક્તિ ધરાવનારું છે. પલકમાં બ્રહ્માંડની પ્રદક્ષિણા કરાવવાની ગુંજાશ ગીતના સ્વરૂપમાં છે. એક સામાન્ય ઘટનાને અસામાન્ય બનાવવાની શક્તિ જેટલી કવિકલમની છે એટલી આ કાવ્યસ્વરૂપની પણ છે. આપણા એક પગલાની ગતિથી અસંખ્ય રજકણો ઊડતી હોય છે પણ આપણે એની ક્યારેય તમા રાખી નથી. કવિ આ ગીતમાં ક્ષુદ્ર રજકણ સાથે આપણો અતૂટ નાતો બાંધી દે છે. કવિની સંવેદનશીલતા પણ કેટલી સૂક્ષ્મ? ધૂળની નહિ, રજકણની વાત કરે છે. નરી આંખે માંડ જોઈ શકાય એવા રજકણના વિરાટ સપનાની વાત કરે છે. ‘સપનાંને હોય નહિ માઝા…’ કવિજીવ જ આપી કલ્પના કરી શકે. પ્રથમ પંક્તિમાં ગીત ઊપડે છે પૃથ્વી પરથી અને પહોંચે છે આવી કલ્પના કરી શકે. પ્રથમ પંક્તિમાં ગીત ઊપડે છે પૃથ્વી પરથી અને પહોંચે છે આકાશમાં. રજકણને પહાડ નહિ; સૂરજ થવું છે. આકાશમાં પહોંચીને સહુને પોતાના બનાવવા છે. તેજ આપવું છે. પૃથ્વીની લગોલગ એને નથી રહેવું. આવા મનોરથથી ઊડે છે અને ક્ષણાર્ધમાં પાછું ભોંયભેગું થાય છે. ઉગમણી દિશા આશાની, સૂર્યોદયની, ત્યાં ઊડવાનું હોય. પણ આથમણી દિશા નિરાશાની, ત્યાં ઢળવાનું હોય. ચડવું અને પડવું — આ બે અંતિમો વચ્ચેની ક્ષણને કવિએ પકડી લીધી છે. એ ઢળતાં પહેલી કોનીકોની પાસે જાય છે. શુંશું માગે છે. આ જ કવિની અને રજકણની પણ ગાથા છે. આ બે છેડા વચ્ચે જ એનું લાકડું સ્વપ્ન છે. આ ગીતમાં મહિમા રજકણનો છે.
રજકણ દુનિયાના અનુભવોથી કેવી દાઝેલી છે! ભીતરના પરિતાપથી એ જળને શોષી લેવા ઝંખે છે અને એમાંથી જ એને વાદળનું સર્જન કરવું છે. એની એક પણ ક્રિયા નિર્હેતુક નથી. તો ક્યારેક બિંબ બનીને સાગરને હૈયે ઝૂલવું છે. બિંબની પારદર્શિતા ઝંખનાર આ રજકણ છે. અહીં જ એક સુંદર વ્યંજના કવિએ મૂકી છે. જળને તપ્ત નયનથી શોષે એ માનવ પણ એનું પાછું અમૃતવર્ષારૂપે સાગર સુધી પહોંચાડે એ કવિ. દુન્યવી અનુભવોના આઘાત-પ્રત્યાઘાત વચ્ચે પણ ઘનનું સર્જન કરવાનો — વાદળ જેવી અનુભૂતિ અને સર્જનલીલાની વર્ષાનો — ધર્મ કવિ ક્યારેય ચૂકતા નથી. મુશ્કેલીનાં વમળો એને આગળ વધવા નથી દેતાં. ગીતના દરેક ચરણમાં આવા ભાવનો ચકરાવો છે. રજકણ હારતું નથી, એ પહોંચે છે તેજના તત્ત્વ પાસે. જ્યોતિ અને જ્વાળા બંને અગ્નિનાં જ રૂપ. છતાં એક પાસે દીપ્તિ અને બીજા પાસે દાહકતા. અને પવન વગર રજકણનું જડત્વકોણ દૂર કરે! ઝંઝાનિલ પાસે ગતિની યાચના અને આકાશ પાસે રૂપની યાચના એ કરે છે. રૂપનો સંબંધ દૃષ્ટિ સાથે છે. તેથી જ દૃષ્ટિનો દોર કવિએ આકાશ સાથે બાંધ્યો છે. આમ એક પછી એક પંચમહાભૂતનો સંદર્ભ કવિ આપે છે. પૃથ્વી પરનું રજકણ, વાયુ, આકાશ, અગ્નિ અને પાણી. આ પંચમહાભૂતોની સમન્વય એટલે જ માનવદેહ — જે સમગ્ર બ્રહ્માંડની તુલનામાં રજકણ જેટલો છે છતાં એનું સપનું સૂરજ થવાનું છે. પંચમહાભૂતની લીલાયાત્રાની સમાપ્તિ વેદનાપૂર્ણ છે. રજકણની નિયતિ તો આખરે ટળવળવાની છે. સહુના ચરણ નીચે એનું સ્થાન છે. અખૂટ મહત્ત્વાકાંક્ષા હોવા છતાંય એક સામાન્ય માનવીને તો નિયતિ ટળવળાવતી હોય છે. છતાં એ સ્વપ્નસર્જનમાં ક્યારેય કૃપણ નથી બનતો.
આથમણે ઢળતી, અકળ મૂંઝવણ અનુભવતી અને ચરણમાં ટળવળતી આ ત્રણેય એક માનવીના વિલાતા સ્વપ્નના, એની વેદનાનું એકએક સોપાન છે.
કવિ બાલમુકુન્દ દવેએ ‘ચણોઠીનું સ્વપ્ન’ એની વેદનાનું એકએક સોપાન છે.
કવિ બાલમુકુન્દ દવેએ ‘ચણોઠીનું સ્વપ્ન’ કાવ્યમાં જંગલમાં ઊગતી ચણોઠીનું ઈશ્વરના ગળાની માળામાં સ્થાન પામવાનું એક સ્વપ્ન આલેખ્યું. કવિ હરીન્દ્ર દવે એક રજકણનું સૂરજ થવાનું સમમું આલેખે છે. રજકણ ઊડે અને પડે આ બે વચ્ચેની એક નાનકડી ક્ષણને કવિએ પકડી છે. આ કાર્ય બે અક્ષર વચ્ચેના શૂન્યાવકાશને પકડવા જેટલું સૂક્ષ્મ છે, કપરું છે છતાં એ ક્ષણનું નિરામય રૂપ તીવ્ર સંવેદનશીલતા ધરાવતી કવિની કલમ ગીત જેવા નાજુક સ્વરૂપમાં ઉતારી શકે છે એનો જ મહિમા મોટો છે. આ આશા-નિરાશાનો આલેખ નથી. એનું લીલામય રૂપ જે સહૃદયના મનમાં અનુભૂતિનાં અનેક વલયો ચિરકાળ સુધી જગાવ્યાં કરશે.
(ભમરો વાત વહે ગુંજનમાં)