સાસુનું માતૃત્વ – વેણીભાઈ પુરોહિત

મનોહર ત્રિવેદી

આણાતના અભાવનું ગીત

ગમતું નથી ક્યાંય…

અમૃતના અખૂટ ઝરણા જેવું સાસનું માતૃત્વ આ દુનિયાદારીમાં દુર્લભ ગણાય છે. વહેવારમં સંબોધનરૂપે સાસુને જનેતા ગણી ‘બા’ કહેવામાં આવે છે, પણ સાસુ વિશેની પ્રચલિત છાપ લગભગ જુલમગાર જેવી ગણાય છે. સાસુનું બીજું નામ ત્રાસમૂર્તિ… લોકગીતોમાં, જૂનાં નાટકોમાં, ચાલુ સંસારની પછાત મનોદશામાં સાસુને ત્રાસમૂર્તિ ચીતરી છે અને કેટલીક વાર હોય છે પણ ખરી.

પણ ના, દુનિયામાં બદે એવું હોતું નથી. કેટલીક સાસુ સગી જનેતાથી પણ વધુ સગી જનેતા હોય છે. પિયર ગયેલી પુત્રવધૂ વિના સાસુને કેવું અડવું અડવું લાગે છે. કેવું સૂનું સૂનું લાગે છે તેની ભાવોર્મિ રેલાવતું આ ગીત હૃદયંગમ વાણીથી ભીંજવી જાય છે.

વહુ પિયર ગઈ હોય ત્યારે સાસુઓને ગોઠવું નથી, પણ તેનાં કારણો જુદાં હોય છે. વહુના ભાગનું કામ સાસુઓને કરવું પડતું હોય, ગરાસણી વેઠે પકડાઈ હોય એવું થાય. ઘણા દાખલાઓમાં તો વહુને પિયર જવાની રજા મેળવવાનું કામ, નોકરને પોતાની રજા પાસ કરાવવા કરતાંય મુશ્કેલ હોય છે, પણ અહીં જુદી સ્થિતિ છે. સાસુને અહીં બીજી રીતે વહુ વિના ગોઠતું નથી. અસાંગરો લાગે છે. રૂપરૂપના રમકડા જેવી, હેતપ્રીતની હરણી જેવી વહુ ઘરમાં હરતીફરતી તેથી જાણે સાસુનું ઘર અને સાલુનું હૃદય હર્યુંભર્યું લાગતું હતું. એ કેવી રીતે લાગતું હતું તેનાં બેચાર શબ્દચિત્રો આપીને સાસુના હૃદયની સચ્ચાઈને આ ગીતમાં કંડારી છે. જનેતા સમન સાસુની લાગણીની સુકોમળતા જેવી જ સુકુમારતા આ કવિતાનાં શબ્દચિત્રોમાં છે, કવિતાની વાણીમાં છે.

વહુના બોલથી તડકો ભીંજાય એટલે જીવનનો મને મનનો તાપ હરાઈ જાય.

અને તેની ઉત્કટતા છેલ્લી પંક્તિમાં આવે છેઃ ‘ઠીબમાં બોળી ચાંચ અરે ક્યાં કાગડો ઊડી જાય…’ અસલ ગ્રામજીવનનું ચિત્ર છે. આંગણાની પરબ એવી જ હોય, માટીના ઠીબડામાં ફળિયામાં પાણી ભરી રાખ્યું હોય પંખી માટે, તુલસી ક્યારે પાણી રેડે તેની સાથે આ ઠીબમાં ય પાણી રેડાય. પુણ્યની કવિતાનો પ્રવાહ…

પણ આ કોગડો ય ભૂંડો રોજ આવીને પાણી પી જાય છે, પણ પીટ્યો બોલતો નથી. કાગડો બોલે તો અતિથિ આવે એવી જે લોકમાન્યતા છે, તેનું અહીં જડાવકામ થયું છે. સાસુને એમ કે જલદી કાગડો બોલે અને જલદી વહુ આવે… અને તો સાંજ-સવારની ઉદાસી તો ટળી જાય. જીવનનું આ જમાપાસું ય કેવું ઝલકદાર છે! કેવું હલકદાર છે!

(કાવ્યપ્રયાગ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book