નિશીથ — રામપ્રસાદ બક્ષી

શ્રી ઉમાશંકરરચિત ‘નિશીથ’ કાવ્યની ભવ્યતા અને રમણીયતાની પ્રતીતિ એની પ્રથમ પંક્તિમાં જ સમજાય છે:

નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય

રસગંગાધરમાં પંડિત જગન્નાથે કાવ્યનું લક્ષણ આ આપ્યું છે: ‘रमणीयताप्रतिपादकः शब्दः काव्यम्,’ અને એ લક્ષણમાંના ‘રમણીયતા’ શબ્દનું અર્થવિવરણ એ પંડિતે આ શબ્દોમાં કર્યું છે:

‘रमणीयता च लोकोत्तराडलादजनकज्ञानगोचरता । लोकोत्तरत्वं च आह्लादगतश्चमत्कारत्वापरपर्यायः अनुभवसाक्षिकः जातिविशेषः ।।’

‘નિશીથ’ કાવ્યના અનેક વર્ષો પહેલાંના પ્રથમ વાચને જ મને પ્રતીતિ થઈ હતી કે આ કાવ્ય પંડિત જગન્નાથે આપેલ કાવ્ય-લક્ષણનું ઉત્તમ દૃષ્ટાન્ત છે.

આ કાવ્યની નાનીમોટી ૬ કંડિકાઓ છે. એમાંની પહેલી કંડિકાથી જ આ કાવ્યમાં રહેલી ભવ્ય કલ્પના અને ચમત્કારજનક શબ્દચિત્રો પ્રકટ થાય છે. નર્તક, સ્વર્ગંગ, ઝંડાડમરુ એ શબ્દોથી વ્યંજિત થતી રૂપકકલ્પના આ પંક્તિથી સ્પષ્ટતર બને છે,

હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય!

શ્રી ઉમાશંકરરચિત ‘નિશીથ’ કાવ્યની ભવ્યતા અને રમણીયતાની પ્રતીતિ એની પ્રથમ પંક્તિમાં જ સમજાય છેઃ

નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય

રસગંગાધરમાં પંડિત જગન્નાથે કાવ્યનું લક્ષણ આ આપ્યું છે:

‘रमणीयता च लोकोत्तराङ्लादजनकज्ञानगोचरता। लोकोत्तरत्वं च
आह्लादगतश्चमत्कारत्वापरपर्यायः अनुभवसाक्षकः जातिविशेषः।।’

‘નિશીથ’ કાવ્યના અનેક વર્ષો પહેલાંના પ્રથમ વાચને જ મને પ્રતીતિ થઈ હતી કે આ કાવ્ય પંડિત જગન્નાથે આપેલ કાવ્ય-લક્ષણનું ઉત્તમ દૃષ્ટાન્ત છે.

આ કાવ્યની નાનીમોટી ૬ કંડિકાઓ છે. એમાંની પહેલી કંડિતાથી જ આ કાવ્યમાં રહેલી ભવ્ય કલ્પના અને ચમત્કારજનક શબ્દચિત્રો પ્રકટ થાય છે. નર્તક, સ્વર્ગંગ, ઝંઝાડમરુ એ શબ્દોથી વ્યંજિત થતી રૂપકલ્પના આ પંક્તિથી સ્પષ્ટતર બને છે,

હે સૃષ્ટિપાટે નજરાજ ભવ્ય!

નિશીથનું શ્રી ઉમાશંકરે ‘નટરાજ’રૂપે દર્શન કર્યું છે અને કરાવ્યું છે. નિશીથ અને નટરાજ રુદ્રમહાદેવનું એ તાદાત્મ્ય વ્યક્ત કરતી આ પંક્તિઓ એક ભવ્ય શબ્દચિત્ર આલેખે છે જે નિશીથને અને નટરાજરુદ્રને સમાનરૂપે લાગુ પડે છે:

ભૂગોલાર્ધે, પાયની ઠેક લેતો,
વિશ્વાન્તર્‌ના વ્યાપતો ગર્ત ઊંડા,
પ્રતિક્ષણે જે ચકરાતી પૃથ્વી
પીઠે તેની પાય માંડી છટાથી
તાલી લેતો દૂરના તારકોથી.

ઉમાશંકરઅર્પિત આ ચિત્ર મને વિખ્યાત શિવમહિમ્નસ્તોત્રનું શિવમહિમ્ન (શિવના મહિમાનું). સ્તોત્રનું સ્મરણ કરાવે છે. એમાંનો એક શ્લોક આ છે.

पदापातात् पृथ्वी नजति सहसा संशयपदम्
पदं विष्णोः भ्राम्यदुभुजपरिध रुण्णग्रहगणम् ।
मुहुद्यौदौःस्वयं वास्यनिभृताठिततटा
जगद्रक्षायै त्वं नटसि, ननु वामैय विभुता ।।

જેના પદાઘાતથી પૃથ્વી ભયભરી સ્થિતિમાં આવે છે; વિષ્ણુનું પદ – જેમાં સૂર્યચન્દ્રગ્રહાદિ ઊગે-આથમે છે તે ગગન—નટરાજના ભ્રમણ કરતા, ભોગળ જેવા, ભુજના આવેગથી એવી દશામાં આવી પડે છે કે ગ્રહગણો વ્યથિત બની જાય છે; અને એ ગગનની ઉપર રહેલ દ્યૌ–વ્યોમ—એવી દુઃસ્થતા—અસ્વસ્થતા અનુભવે છે કે છૂટી ઝપટાતી જટાના પ્રહારથી ગ્રહગણ વ્યથા પામે છે. અને એ નૃત્ય (હે નટરાજ!) તું જગતના રક્ષણ માટે કરી રહ્યો છે—આવી છે વિભુતાની વામતા!

આ શ્લોકમાં છે તેને મળતું આવતું શબ્દચિત્ર ઉમાશંકરે પોતાની સ્વતંત્ર પ્રતિભાથી આપ્યું છે. આ શબ્દચિત્રોના – great minds clash એ સૂત્રની પ્રતીતિ કરાવતા કલ્પનાસામ્યથી અધિકતર અને ગહનતર સામ્ય છે એ વાતમાં કે સંહારક દેવ મનાતા નટરાજનું તાણ્ડવ જગતની રક્ષાને માટે છે એવું દર્શન મહિમસ્તોત્રકાર પુષ્પદંતે અને નિશીથકાર ઉમાશંકર ઉભયે કર્યું છે. ‘નિશીથ હે શાંતમના તપસ્વી’ એ પંક્તિથી શરૂ થતી ૪થી કંડિકામાંના આ શબ્દ આ સંદર્ભમાં સૂચક છે:

નિશીથ હે! શાન્તમના તપસ્વી!
તજી અવિશ્રાન્ત વિરાટ તાંડવો
કદીક તો આસન વાળી બેસતો
હિમાદ્રિ જેવી દૃઢ તું પલાંઠીએ

અને ૫મી કંડિકામાં રુદનુ — નટરાજનું — નિશીથનું સૌમ્ય સ્વરૂપ આ શબ્દોમાં આલેખાયું છે:

પ્રસુપ્ત કોઈ પ્રણયી યુગોનાં
ઉન્નદ્રિ હૈયાકમલો વિશે મીઠો
ફોરાવતો ચેતનનો પરાગ.
સ્વયં સુનિશ્ચંચલ, અન્ય કેરાં
રાચે કરી અન્તર મત્ત ચંચલ,
ખેલંદા હે શાન્ત તાંડવોના!

અને છેવટની ૬ઠ્ઠી કંડિકામાં તો કવિશ્રીએ નિશીથને જે પ્રાર્થના અને વિનંતી કરી છે એમાંનો મહિમ્નઃસ્તોત્રના મેં ઉપર આ વિવરણમાં ટાંકેલા શ્લોકનું અંતિમ ચરણ આશ્ચર્યજનક – ચમત્કારક – રીતે પ્રતિબિંબિત થાય છે:

મારા દેશે શાશ્વતી શર્વરી કશી!
નિંદ્રાઘેરાં લોચનો લોકકેરાં,
મૂર્છાછાયાં ભોળુડાં લોકહૈયાં,
તે સર્વ ત્વન્તીરવનૃત્યકાલે
ન જાગશે દ્યૌનટ હે વિરાટ…

તું સૃષ્ટિની નિત્ય નવીન આશા,
ન આટલું તુંથી થશે! કહે, કહે,
નિશીથ, વૈતાલિક હે ઉષાના!

નિશિથને ઉષાનો વૈતાલિક કહ્યો છે એ કવિવચન વાસ્તવિક પ્રકૃતિક્રમનો ઉદ્ગાર છે છતાં એ શબ્દો જેમ ૧૯૩૮ના સંદર્ભમાં તેમ જ આજના ૧૯૮૦ના સંદર્ભમાં નિરાશ બનેલાં લોકહૃદયને નવી આશા આપનારા અને મોહમૂઢ બનેલી જનમતિને અભિનવ જ્ઞાનપ્રકાશની પ્રેરણા અર્પનારા બને છે.

ભવ્યતામાં, રમણીયતામાં, દિવ્યતત્ત્વ અને પાર્થિવ તત્ત્વના વ્યવહારવિનિમયના આહ્લાદક શબ્દચિત્રણમાં, આ કાવ્ય ‘નિશીથ’ મને આકર્ષતું રહ્યું છે.

(સંસ્કૃતિ)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book