હા, તટ તો એ જ લાગે છે, ને પનઘટ એ જ લાગે છે
કહો, કલકલ કરીને કૂજનારી એ નદી ક્યાં છે ?
**
ફૂંક મારી ત્યાં તો શું જાદુ થયું !
આ તરફ એક દીવડી બુઝાઈ ગઈ,
તે તરફ આકાશ ઝળહળતું થયું
**
એક વાતે વાયરો મૂંઝાય છે –
જેનાં જેનાં રંગ ને રોનક વધે,
મ્હેક એની કેમ ઓછી થાય છે ?
**
જરા તું મારી ઉપર પણ ભરોસો રાખીને તો જો,
શું કામ આ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ ?
સમંદરપારના પંખીને તું દે છે કયો નકશો ?
છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ
ઉદયન ઠક્કર
[‘સેલ્લારા’ કાવ્યસંગ્રહ : 2003]