મારું વતન

મારું વતન આ મારું વતન, હાં,
વહાલું વહાલું મને મારું વતન !

જેની માટીની મારી કાયા ઘડેલી,
તેને કરું છું કોટી કોટી નમન, હાં …વહાલું.

રાણા પ્રતાપ ને શિવાજી શૂરવીર,
મારા વતનનાં મોંઘાં રતન, હાં …વહાલું.

ગાંધીબાપુને હૈયે વસ્યું જે,
સંસારસાર ને જીવનધન હાં …વહાલું.

વહાલા વતનની બેડીને તોડવા,
હોંશે ઓવારું હું તન, મન, ધન, હાં …વહાલું.

ચિમનલાલ ભટ્ટ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.