લોકજીવનનાં સ્પંદનો-નાથાલાલ દવે

           અમદાવાદની સાહિત્ય પરિષદમાં 1934માં પ્રમુખપદેથી ગાંધીજીએ ગુજરાતના લેખકોને ગ્રામજનો માટે સાહિત્ય સર્જવા આદેશ આપ્યો હતો. મારા સાહિત્યસર્જનના પ્રારંભના એ દિવસો હતા. રાષ્ટ્રપિતાએ તે દિવસે અશ્રુસિક્ત કંઠે કરેલી અપીલ મનમાં વસી ગઈ અને ત્યારથી ગ્રામસમાજ સમજી શકે, ઝીલી શકે, લાગણીઓ માણી શકે તેવાં સરલ ગીતો તેમની જ ભાષામાં, પ્રચલિત લોકઢાળોમાં લખવાનું મારું વલણ બંધાયું.

              ગુજરાતનું ભાતીગળ લોકજીવન ! કેવી હૃદયકારી, મનોહર, વૈવિધ્યસભર એની ફૂલગૂંથણી છે ! સુખદુઃખ, આનંદઅશ્રુની કેવી અનંત તરંગમાલા ! ગામડાનું પરિશ્રમમય જીવન, સરલ ઉલ્લાસ, ઋતુઓની લીલા, ઉત્સવો અને મેળા, દિનભરની પ્રવૃત્તિનો ઈશભજનમાં વિરામ, એ સમૃદ્ધ લોકજીવનનાં સ્પંદનો અહીં સૂર અને શબ્દોમાં ઝીલવાનો પ્રયત્ન છે.

નાથાલાલ દવે
[‘સોનાવરણી સીમ’ પુસ્તક : 1988]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.