શાંત ખૂણામાં મધુર વીણા – નરસિંહરાવ ભો. દિવેટિયા

બોટાદકર કવિતદેવીના મંદિરમાં અગ્રસ્થાનના અધિકારી છે. ગૃહજીવનના કોમળ, ગૂઢ, ચારુતાયુક્ત પ્રસંગો અને ભાવોના સૂર આ કવિની વીણામાં અજબ સંગીત ઉત્પન્ન કરે છે; આ ક્ષેત્રમાં બોટાદકરની કલા અને પ્રતિભા અદ્વિતીય છે. એમનાં કાવ્યો અનેક દુખી હૃદયને આશ્વાસન આપશે, ઉલ્લાસ પૂરશે, દિવ્યતાનાં દર્શન કરાવશે. આ વિનીત કવિએ પોતાના જીવનમાં ક્યાંય પણ ઘોંઘાટથી જનસંઘને આકર્ષવાનો દંભ કર્યો નથી, કદી પણ ઉચ્ચ પદવીએ ચઢવાનો લોભ કર્યો નથી; માત્ર પોતાની મધુર વીણા શાંત ખૂણામાં બેઠા બેઠા વગાડીને આનંદ લીધો છે ને અધિકારીમાત્રાને આનંદ આપ્યો છે.

નરસિંહરાવ ભો. દિવેટિયા
[બોટાદકર-કૃત કાવ્યસંગ્રહ ‘શૈવલિની’ : 1925]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.