તંત્રી માટે જરૂરી પરંપરા – ઝવેરચંદ મેઘાણી

               ‘ફૂલછાબ’ની સંપાદકીય દૃષ્ટિને હંમેશાં સાવ સ્વતંત્ર રાખવાને માટે હું મારી આંહીંની મર્યાદાઓ વચ્ચે પણ સતત મથ્યો છું. હજુ વધુ સ્વતંત્રતા ને તટસ્સ્થતાની ઉપાસનાને અવકાશ છે, પણ [બ્રિટિશ વાઇસરોય] લિનલિથગો સાહેબ પોતાને માટે કહે છે તેમ હું પણ કહું કે I am a constitutional editor [હું બંધારણીય તંત્રી છું] ! એ સ્થિતિની મેં tradition [પરંપરા] પાડી છે. એવી પરંપરા તંત્રીઓ માટે જરૂરની છે, કેમ કે નહીં તો તંત્રીઓને બદલે નાનકડા ઝવેરચંદો જ વ્યક્ત થવા લાગે.

ઝવેરચંદ મેઘાણી
[કપિલ પ. ઠક્કર પર પત્ર : 1940]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.