એકાદ ખૂણામાં પણ – ઉમાશંકર જોશી

મારી એક મુગ્ધ માન્યતા છે કે આ વિશાળ વિશ્વમંદિરના એકાદ ખૂણામાં પણ જ્યાં સુધી સત્ય, પ્રેમ કે સૌંદર્ય ઘવાતાં હોય, ત્યાં સુધી વિશ્વમાં અખંડ શાંતિ હોઈ શકે જ નહીં. આપણી પૃથ્વી પર પ્રતિપળે દુભાયેલા પ્રેમના નિશ્વાસના પડઘા શાંતિને અહોરાત વીંધી રહે છે, એ સ્પષ્ટ છે. તે અટકાવવા મનુષ્યજાતિએ એક પણ પ્રયત્ન બાકી રાખવો જોઈએ નહીં.

ઉમાશંકર જોશી

**

માટી, તને મૃદુ ફૂલ બનીને મહેકવાનું સૂઝ્યું ક્યાંથી ?

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.