સાહિત્યનું લોકશાહીકરણ

આજે સાહિત્યનું લોકશાહીકરણ થયું છે. પોતાની નવી કૃતિ વિશે નરસિંહરાવ જેવા વિદ્વાનો શું કહેશે એ ભયથી લેખકો ફફડી ઊઠતા, તે જમાનો ક્યારનો ગયો છે. હવે તો લેખકો વાચકવર્ગની મનોરંજનની અમુક અપેક્ષાઓ ખ્યાલમાં રાખીને લખે છે. લોકશાહીકરણને લીધે સાહિત્યનું ધોરણ નીચે ઊતરવા માંડયું છે. પ્રતિષ્ઠિત પુરવાર થયેલા છાપેલા સિક્કા જેવા લેખકો એક કે દોઢેક કૃતિમાં પોતાનું હીર બતાવી દીધા પછી પોતાની ને પોતાની કૃતિનું રૂપાંતરે પુનર્કથન કરતા રહ્યા છે. વિવેચકો સ્પષ્ટ રીતે અભિપ્રાય આપવાને બદલે ગોળ ગોળ કહેવા માટે વિવેચનની પરિભાષાનો સગવડભર્યો ઉપયોગ કરે છે. કદાચ કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપે, તો સાહિત્યકારો અને વાચકોના જગતમાં એવા અભિપ્રાયોનું વજન પડતું નથી.

ઈશ્વરલાલ ર. દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.