અરધી સદીની વાચનયાત્રા ભાગ – 2

લોકોનાં હૈયાંમાં પેસવા

ગ્રીક અને લેટિન ભાષાઓએ યુરોપને એક કર્યું હતું. પણ એ ઐક્ય ઉપલા સ્તરના લોકોનું હતું. એ જ રીતે આ દેશમાં સંસ્કૃતે ઉપલા લોકોનું ઐક્ય સ્થાપ્યું હતું.
આ દેશમાં લોકભાષાના પહેલા પુરસ્કર્તા હતા બુદ્ધ ભગવાન. એમણે કહ્યું કે, “મારે લોકોનાં હૈયામાં પેસીને લોકોમાં એક સર્વસામાન્ય નૈતિક સ્તર નિર્માણ કરવો છે, તે હું સંસ્કૃત ભાષા મારફત ન કરી શકું. સંસ્કૃત ઉપલા લોકોની ભાષા છે. મારે જનતાની ભાષા જોઈએ છે.”
એમણે પાલી ભાષાની મદદ લીધી. ‘પલ્લી’ એટલે ગ્રામ. પાલી એટલે ગ્રામભાષા. મહાવીરે પણ તેમ જ કર્યું. આ બન્ને કહેતા કે, અમે ઉપરના લોકો માટે આવ્યા નથી; લોકો માટે – જનતા માટે – અમારો જન્મ છે. સંતોએ એ જ કામ આગળ ચલાવ્યું. તેઓ સંસ્કૃત શીખતા. જ્ઞાન મેળવતા સંસ્કૃત મારફત, પણ જ્ઞાનદાનનું કામ લોકભાષા મારફત કરવા માગતા હતા.
કાકા કાલેલકર

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.