અરધી સદીની વાચનયાત્રા ભાગ – 2

જો…તો…

લેખક બર્નાર્ડ શો અને રાજકારણી વિન્સ્ટન ચર્ચીલ વચ્ચે અવારનવાર ઘર્ષણ ચાલ્યા કરતું. એક વાર શોએ ચર્ચીલને ચિઠ્ઠી લખી કે, “મારા નાટકના પહેલા ખેલની બે ટિકિટ હું તમારે માટે રિઝર્વ કરાવું છું. તમે આવજો ને એક મિત્રાને લેતા આવજો – જો તમારે કોઈ મિત્રા હોય તો.”
ચર્ચીલે ચાંપતો જ જવાબ વાળ્યો : “પહેલા ખેલમાં હાજર રહેવું અશક્ય છે. પણ બીજામાં હાજર રહીશ – જો એ થશે તો.”

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.