લપડાક કોને ?

             રશિયન વાર્તાકાર ચેખોવને સામાન્ય લોકો કારુણ્યમૂર્તિ તરીકે ઓળખતા. એક વાર ચેખોવની હાજરીમાં કોઈ ઉતારુએ એક પોર્ટરને લપડાક મારી, ત્યાં એ મજૂર બૂમ પાડી ઊઠયો : “શું ? મને તું લગાવે છે ? તું એમ માને છે કે મને તું મારે છે ? બેવકૂફ ! પેલા આદમીને તું મારી રહ્યો છે – નહીં કે મને !” અને એણે ચેખોવ તરફ આંગળી કરી.

ઉમાશંકર જોશી
[‘સર્જક પ્રતિભા’ (ભાગ 2) પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.