યોગ્યતા – ઉમાશંકર જોશી

               કવિ દયારામની ખ્યાતિ થયા પછી ડભોઈના કોઈ નાગરે એમને કન્યા આપવા તૈયારી બતાવી. કવિએ કહેવડાવ્યું : “મેં તો કિદાડાનું કૃષ્ણ જોડે લગ્ન કરી મૂક્યું છે.”
               નર્મદાના ઘાટ ઉપર શિષ્ય સાથે કવિ ભજન કરતા હતા. ગાયકવાડનો જનાનો જતો હતો. તેણે ભેટ ધરી. કવિએ લેવાની ના પાડી. “આપનારની યોગ્યતા જોયા વગર અમે કાંઈ લેતા નથી.”
               જનાનાએ પડદો દૂર કર્યો, ત્યારે રાજી થઈને પોતાના શિષ્ય નારણને દસ મહોર અપાવી.

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.