કેટલાક પુરુષો સર્વત્રા વિહરતા રહે છે, આદ્યપ્રવાસી મેઘ સમા. પ્રવાસશીલ ભોળાભાઈ એવી મેઘવૃત્તિનું વરદાન પામ્યા છે. પણ ભોળાભાઈ એકલપેટા નથી. પ્રવાસ દરમિયાન એ ડાયરી લખે છે, તો કદાચિત ભીના ભીના પત્રો પણ લખે છે. અને પ્રવાસના આવા રમણીય દસ્તાવેજોને એ ગ્રંથરૂપે સુલભ કરી આપે છે.
રમેશ ર. દવે
**
ભોળાભાઈના નિબંધોમાં સાહજિકતા, સચ્ચાઈ, અને સાદું છતાં સર્જનાત્મક ગદ્ય આપણું મન હરી લે છે. આ બધું જોયું છે, અનુભવ્યું છે, તેના આનંદના ભાગીદાર અન્યનેય બનાવવા છે, કશુંક વહેંચવું છે, એ રીતે એ કહે છે.
હર્ષદ ત્રિવેદી
**
એક સૌંદર્યમર્મી, સંવેદનપ્રેમી અને સાહિત્યકર્મી સર્જકના સાચૂકલા, નિરાડંબરી વ્યક્તિત્વનો ચેતનવંતો સ્પર્શ ભોળાભાઈના નિબંધો દ્વારા થાય છે.
સતીશ વ્યાસ