પુરસ્કારો-પારિતોષિકો જે-તે વ્યક્તિના કાર્ય તરફ લોકોનું ધ્યાન ખેંચવાનું કાર્ય કરે છે. પણ આવી ઘટના કેવળ કામચલાઉ હોય છે અને અંતે તો માણસ એના કાર્યથી જ ઊભો રહેતો હોય છે. [વળી] સમાજની બધી પ્રતિભાઓને કંઈ પોંખી શકાતી નથી. ઘણી પ્રતિભાઓ અને ઘણાં સત્કાર્યો પોંખાયાં વિનાનાં રહી જતાં હોય છે. ઘણાંની જાણ પણ થતી નથી. ઘણાં સુંદર કાર્યો પોંખાવાની અપેક્ષા વિના થયાં જ કરતાં હોય છે.
બીજી પણ વાત છે. ઇનામ-અકરામની વ્યવસ્થામાં આકસ્મિકતા ટાળી શકાતી નથી. અંગત રુચિનો ને કેટલીક વાર અંગત સંબંધનો પ્રભાવ ટાળી શકાતો નથી. વળી માણસમાં ઇનામ-અકરામ માટેની લાલસા પણ હોય છે. આ સ્થિતિ કેટલીક વાર ખટપટોને પણ અવકાશ આપે છે. ઇનામ-અકરામો કેટલીક વાર અયોગ્ય સ્થાને અપાતાં પ્રતીત થાય છે. પારિતોષિકો-પુરસ્કારો કેટલીક વાર ખોટાં મૂલ્યો ઊભાં કરતાં લાગે છે.
જયંત કોઠારી