એટલું આજે કહો, બસ એટલું જ કહો જરા
કે, અરે મકરન્દ, જા તું માગ તે મંજૂર છે.
તો હું માગું શું તમે કલ્પી શકો છો, હેં ભલા !…
એક હો પટ વિસ્તર્યો સામે અફાટ અને પગે
ચાલતાં કેડી મહીં જ્યાં ફૂટતા અંકુર છે;
હાથ લાઠી, કામળી ખભ્ભે અને કંઠે કડી
ગીતની એકાદ : ના બીજી કંઈ જ જરૂર છે….
મકરન્દ દવે
**
દરેક માનવીના અંતરમાં ક્યાંક કવિતાનું ઝરણ વહેતું હોય છે.
ટોમસ કારલાઈલ