મનસુખલાલ ઝવેરી અનુવાદો ઉત્તમ કરી શકતા. એનું કારણ કે એમણે નાનપણથી બે મહાન ભાષાઓ, સંસ્કૃત અને અંગ્રેજી, એ સારી રીતે ખેડેલી. એમના જેટલી ચોકસાઈ અને રસાર્દ્રતા થોડા જ અનુવાદકોમાં દેખાશે. શેક્સપિયરના એમના અનુવાદો છે તે, અત્યાર સુધીના શેક્સપિયરના બધા અનુવાદોમાં ઉત્તમ છે એમ કહેતાં મને સંકોચ નથી. કેટલા મા„મક અનુવાદ તેમના હાથે થતા !
‘ઓથેલો’ ને ‘કિંગ લિયર’ના અનુવાદ વિશે એ મને કહેતા કે, આ બે નાટકોના અનુવાદ કરવામાં મારા જીવનની ઉત્તમ ક્ષણો મેં ગાળી છે – એટલો બધો મને આ કામમાં આનંદ આનંદ થયો છે.
ઉમાશંકર જોશી