ચારિત્રયવાન એટલે –

                    ચારિત્રયવાન થવું એટલે ફૂલ કરતાં કોમળ થઈ જાણવું અને વજ્ર કરતાં કઠોર પણ થઈ જાણવું; અત્યંત પ્રયત્નશીલ પણ થઈ જાણવું, અત્યંત શાંત પણ થઈ જાણવું; પ્રેમવાળા પણ થઈ જાણવું અને વિરાગવાળા પણ થઈ જાણવું; આપનાર થઈ જાણવું અને લેનાર પણ થઈ જાણવું; સુખ પણ હસીને ભોગવવું, દુઃખ પણ હસીને ભોગવવું; ભોગવી જાણવું અને સહી જાણવું; બોલી જાણવું અને મૌન પણ રહી જાણવું; જોઈ પણ જાણવું અને અંધ પણ થઈ જાણવું; અલ્પમાં જીવી જાણવું અને મરી પણ જાણવું. એ યથાર્થ ચારિત્રય છે.

ઉપેન્દ્રાચાર્ય

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.