ચલો આજ, ભૈયા, ઉઠાવી લો લંગર,
સમંદરની અંદર ઝુકાવી દો કિસ્તી;
સલામત કિનારાના ભયને તજી દો,
તુફાનોને કહી દો કે કમ્મર કસી છે.
મુહબ્બતની અડિયલ એ વાતોને છોડો,
મુહબ્બતનાં દમિયલ એ ગીતો જવા દો;
જગતને જગાડી દો એ રીતથી કે,
ક્લેવરને કણકણ જુવાની વસી છે.
અમે સિંધુડાને સૂરે ઘૂમનારા,
અમે શંખનાદો કરી ઝૂઝનારા;
મધુરી ન છેડો એ બંસીની તાનો,
અમોને એ નાગણની માફક ડસી છે….
અમે દર્દ ને દુઃખ કાતિલ સહ્યાં છે,
ભરી આહ ઠંડી ને નિશ્વાસ ઊના;
જીવનમાં હતી કાલ જો ગમની રેખા,
મરણ સામને આજ મુખ પર હસી છે.
મધુકર રાંદેરિયા
**
The roots below the earth
claim no rewards
for making the branches fruitful.
ધરતીની અંદર રહેલાં મૂળિયાં
ડાળીઓને ફળવતી બનાવવા માટે
કોઈ બદલો માગતાં નથી.
**
Let life be beautiful
like summer flowers,
and death
like autumn leaves.
જીવન સુંદર હજો
વસંતનાં પુષ્પો જેવું,
મૃત્યુ
પાનખરનાં પાંદડાં સમું.
રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. નગીનદાસ પારેખ)