રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’નાં સોએક પદોમાં ભારતવર્ષની પાંચ હજાર વરસની સાધનાનાં ચિરંજીવ તત્ત્વો સર્વગમ્ય પ્રકારે વ્યક્ત થવા પામ્યાં હતાં. એ જ કીમિયો ઉદયશંકરના નૃત્ય દ્વારા પણ થયો છે. ઉદયશંકરે આપણા દેશના વિવિધ નૃત્યપ્રકારોને પોતાની તેજસ્વી પ્રતિભાના રસાયણથી એક સર્વગમ્ય સ્વરૂપ આપી ભારતના આત્માની અપૂર્વ કલાઅભિવ્યક્તિ સાધી છે.
ઉમાશંકર જોશી