ડાભની અણી પર ઝાકળનું ટીપું પડવાની તૈયારીમાં હોય એમ લટકતું રહે છે, એ જ પ્રમાણે મનુષ્યનું જીવન પણ ગમે ત્યારે ખરી પડનારું છે. માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર.
ધર્મનું શ્રવણ દુર્લભપણે મળે છે. ધર્મનું શ્રવણ ધારો કે સાંપડયું છતાં તેમાં શ્રદ્ધા બેસવી મુશ્કેલ છે. ઉત્તમ ધર્મમાં વિશ્વાસ બેઠો હોય છતાં તે પ્રમાણે શરીરથી, વાણીથી, મનથી આચરણ કરવું ભારે કઠણ છે.
માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં.
મહાવીર
[‘ઝરૂખે દીવા’ પુસ્તક]
**
ભરતી વિશે ઊભરાય ખાડી, ખાંજણો યે આકળી;
– ના, તે નહીં.
ને ઓટમાં એ હાડપિંજર ગણી લો પાંસળીએ પાંસળી;
– તે યે નહીં.
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ
– તે સમુંદર જિંદગી !
‘ઉશનસ્’