ઉબેણની ઝાંખી – જિતુભાઈ પ્ર. મહેતા

મુંબઈ : 26-02-1937

               ઘણું વ્હાલા મેઘાણીભાઈ,

               We will go game and die dancing [રમીશું-ખેલીશું અને નાચતાં નાચતાં મોતને ભેટીશું] એવો વખત લગભગ આવી ગયો છે.
               ‘આજકાલ’ [અઠવાડિક] છલાંગ મારી શક્યું નથી. કેટલાંક પતંગિયાં બે રાત જ જીવે છે. અમે ખૂબ કામ કર્યું, slaves of freedem [સ્વાતંત્રયના ગુલામો]નો હોદ્દો મહાલી લીધો. હું તો સોળમા વરસથી ઘેરથી નીકળી “રાની પંખીડું” થઈ ઊડી નીકળ્યો છું. ઘણી નોકરીઓ કરી. આ સાહસમાં ખૂંતી રહેવાની મુરાદ હતી, પણ નથી બન્યું.

               રવિભાઈ [મહેતા]ને મેં તમારું સરનામું નીચે પ્રમાણે આપેલું : C/o ઉબેણ નદી, સ્વચ્છ કાંઠો, કાઠિયાવાડ. તમારા ઉબેણના વર્ણન પછી એમ લાગવા માંડયું છે કે I am a worm without having a glimpse at Uben. [ઉબેણની ઝાંખી ન થાય ત્યાં સુધી આ જીવન કીડા જેવું જીવું છું.] આ નદી ખરેખર વહે છે તો ખરી ને ?

લિ. તમારો જ જીતુ

જિતુભાઈ પ્ર. મહેતા
[‘લિ. હું આવું છું’ પુસ્તક : 2004]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.