આવે -‘મરીઝ’

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે;
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !…

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે….

છે મારી મુસીબતનું ‘મરીઝ’, એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

‘મરીઝ’

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.