બળતા બપોરમાં – સ્વામી વિવેકાનંદ

બળતા બપોરમાં,
વાતા વંટોળમાં;
રાયણની કોકડી ખઈ,
હાં રે અમે વનમાં ભટકતાં ભઈ !

બળતા બપોરમાં,
વાતા વંટોળમાં;
કેરી કપુરિયાં ખઈ,
હાં રે અમે વનમાં ભટકતાં ભઈ !

બળતા બપોરમાં,
વાતા વંટોળમાં;
વડલાને છાંયડે,
ખાતા’તાં રોટલો ને દહીં !
હાં રે અમે વનમાં ભટકતાં ભઈ !

બળતા બપોરમાં,
વાતા વંટોળમાં;
વડલાને છાંયડે,
ગાયો ચરાવતા ભઈ !
હાં રે અમે નાના ગોવાળિયા થઈ !…

**

હું એક એવા મનુષ્યનો શિષ્ય છું કે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ હોવા છતાં, કેટલાય દિવસ સુધી અડધી રાતે ઊઠીને ભંગીને ઘેર જઈ છાનામાના તેનું સંડાસ સાફ કરી આવતા હતા.
સ્વામી વિવેકાનંદ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.