૧૫ પાર્વતીશંકરને

આમલીરાન તા. ૧૨-૧૨-૬૮

ભાઈ પાર્વતીશંકર,

હું જાણું છઉં કે મરનાર શાસ્ત્રીને તહાં સંસ્કૃત પુસ્તકોનો સારો સંગ્રહ છે. એ જે આપણા શહેરની ને આપણી જ્ઞાતિની શોભા તે આપણાથી દૂર ન થવી જોઈયે એવો મારો વિચાર છે ને તમારો હશે જ.

તમે ન્યૂસ્પેપરોથી જાણ્યું જ હશે કે આજકાલ સરકાર મારફતે સંસ્કૃત પુસ્તકોનો સંગ્રહ કરવા સારૂ અંગ્રેજ તથા હિંદુઓએ ઉદ્યોગ ચલાવ્યો. એ વિષયમાં રખેને વેળાએ શરમથી અથવા લોભથી અથવા સંભાળ નહીં રખાય એ ધાસ્તીથી અથવા બેદરકારીથી શાસ્ત્રીનાં પુસ્તકો શહેરની બ્હાર જાય અથવા અહીં તફરકે થઈ જાય, માટે આ કાગળથી સૂચના કરૂં છઊં કે તમારે તેમ ન થવા દેવું.

પુસ્તકના વ્યવસ્થા વ્યવહાર વિષે તો તમે તમારી અનુકૂળતાથી વિચાર કરશોજ અને કદી મારૂં મત પુછશો તો હું મોટી ખુશીથી આપીશ.

નર્મદાશંકરના યથાયોગ.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.