(રાતે)

ન0 પહેલી સ્વતંત્ર સ્થિતિ રાખવી એમ મારૂં મત છે.

ડા0 જેમ રાખો તેમ રહેવા સંમત છું.

ન0 મુદતને માટે કેમ?

ડા0 જેમ અનુકૂળ પડે તેમ કરવું. ત્રણે સ્થિતિમાં લાભહાનિ સમાન છે.

ન0 તો સાંભળ.

એક વર્ષને માટે નહિ પણ જીવતાં લગીને માટે મારા સંબંધમાં ને મારી આજ્ઞામાં જ રહેવાની પ્રતિજ્ઞા કરે, મારી આજ્ઞાને ઓળંગવી એને મહાપાતક સમજે, મારા ગૃહરાજનું ગુહ્ય જીવ જતે બીજાને ન કહેવાની પ્રતિજ્ઞા કરે, ધણીધણીયાણીના સંબંધમાં સમાનતાની બુદ્ધિને સમુળી કાઢવાને પ્રતિજ્ઞા કરે, વિલાસવૃત્તિને જેમ ડબાય તેમ ડાબી નાખવાની પ્રતિજ્ઞા કરે, મારા ને મારા ઘરના શત્રુઓને તું પોતાના સમજે, જેનો મને ધિક્કાર તેનો તું પણ કરે તો જ તો જ હું મારા ઘરને માટે તુંને તેમાં ગણી તારે માટે નવી વ્યવસ્થા કરૂં ને તે સારી થાય તેને માટે અને અહીં તહીંના તારા કલ્યાણ અર્થે જે પ્રકારે મારે તારી પાસે કામ કરાવવું છે તે કરાવું. ને પછી ઘર ડુબેલું છે તેને તારી પ્રકાશતું કરવાને આપણે સૌ ઉત્સાહે ઉદ્યમ કરીએ.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.