કવિ નર્મદની જીવનરેખા

૧૮૩૩ – ઓગસ્ટ ૨૪-જન્મ

૧૮૩૭ – એપ્રિલ ૨૫ – સૂરતની મોટી આગમાં આમલીરાનમાંનાં બાપદાદાનાં મકાન બળી ગયાં.

૧૮૩૮ – મુંબઈમાં નાના મહેતાની નિશાળે; સૂરતમાં દુર્ગારામ મહેતાજીની નિશાળે અને અમુક વખત પ્રાણશંકર મહેતાજીની નિશાળે.

૧૮૪૧ – જનોઈ દીધું.

૧૮૪૩ – ગુરૂ બાલાજી પાસે વેદનો એક આઠો ભણ્યા.

૧૮૪૪ – એપ્રિલ ૨૯-શાસ્ત્રી સૂરજરામની પુત્રી ગુલાબ સાથે લગ્ન.

૧૮૪૫ જાન્યુઆરી ૬ – મુંબઈની અંગ્રેજી સ્કૂલ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિયૂટમાં દાખલ.

૧૮૪૯ ડીસેંબર – ઈનામની પરીક્ષામાં ઈનામ મળ્યું.

૧૮૫0 જૂન; કૉલેજમાં દાખલ – જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભામાં; ‘મંડળી મળવાથી થતા લાભ’ ભાષણ

૧૮૫0 નવેંબર ૨૩ – માતાનું મૃત્યુ.

૧૮૫૧ મે ૧ – રાંદેરમાં શિક્ષક તરીકે નિયુક્તિ.

જુલાઈ ૪ – ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ સૂરતમાં ‘સ્વદેશ હિતેચ્છુ મંડળી’ સમક્ષ વાંચ્યો.

‘જ્ઞાનસાગર’ પત્ર શરૂ કર્યું.

૧૮૫૩ માર્ચ – નાનપરાની નિશાળમાં બદલી.

૧૮૫૩ ઑકટો. ૫ – પ્રથમ પત્ની ગુલાબનું મૃત્યુ.

૧૮૫૪ જાન્યુ. ૨ – નોકરી છોડીને મુંબઈ ગયા.

૧૮૪૫ જૂન ૧૨ – કૉલેજમાં ને બુદ્ધિવર્ધક સભામાં ફરીથી દાખલ.

સિદ્ધાન્તકૌમુદી શીખવા માંડી.

૧૮૫૫ સપ્ટે. સુધી – ધુંધવાટ, તરંગ, અંગ્રેજીમાં સોએક લીટી કવિતાની લખી પ્રો. રીડને બતાવી, જે રીડે હસી કાઢેલી.

સપ્ટે. ૨૧ – પહેલું પદ રચ્યું. ચલિત વૃત્તિ સ્થિર થઈ.

બુદ્ધિવર્ધક સભામાં વ્યભિચાર ને રંડીબાજી ન કરવા વિશે નિબંધ વાંચ્યો.

૧૮૫૬ જાન્યુ. – ‘શ્રુતબોધ’ દ્વારા અક્ષરમેળ વૃત્તોનો અભ્યાસ.

ફેબ્રુ. ૧૬ – માત્રામેળ છંદ માટે માર્ગદર્શન આપવા મનમોહનદાસને પત્ર.

માર્ચથી ડીસે. – ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ના અધિપતિ

મે – ત્રિપુરાનદ શાસ્ત્રીની પુત્રી ડાહીગૌરી સાથે લગ્ન.

આગસ્ટ ૧૯ – કૉલેજનો અભ્યાસ છોડયો. – વૃત્તરત્નાકર અને રઘુવશનો અભ્યાસ

૧૮૫૭ ફેબ્રુ. – ગોકુળદાસ તેજપાળ વિદ્યાલયમાં શિક્ષક,

માર્ચ – ‘પિંગળપ્રવેશ’ રચ્યું ને પિતાને અર્પણ.

૧૮૫૭ – ચંદ્રલોક, નૃસિંહચંપૂ વ. સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ

૧૮૫૮ – લઘુહિતોપદેશનું પદ્ય ભાષાંતર કર્યું. લઘુકૌમુદી, કાવ્યચંપૂ, પ્રતાપરુદ્ર, અધ્યાત્મ રામાયણ વ. નો અભ્યાસ.

૧૮૫૮ ફેબ્રુ. – સેન્ટ્રલ સ્કૂલમાં શિક્ષક,

નવે. ૨૩ – રાજીનામું, ‘કલમને ખોળે’ માથું મૂક્યું.

૧૮૫૯ – નવે. ‘૫૮થી ૧૯ માર્ચ ‘૫૯ પૂણેમાં સંસ્કૃત વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર આદિનો અભ્યાસ.

૨0 માર્ચને રોજ સ્વતંત્ર રહી વિદ્યાભ્યાસમાં જન્મારો કાઢવાનો નિશ્ચય કર્યા અને પૂણેથી મુંબઈ આવી રહ્યા.

જૂન ૧૮ – વાલકેશ્વરમાં દલપતરામ સાથે પ્રથમ મેળાપ.

– કુટુંબની સ્ત્રીઓને કાંચળી પહેરાવીને નાતમાં જમવા મોકલી.

– પોતે ‘સંસ્કારી સુધારાવાળો’ થયો.

૧૮૬0 – મહીપતરામનું વિલાયતગમન.

– જદુનાથજી મહારાજ સાથે વિધવાવિવાહ અંગે ચર્ચા.

– તત્ત્વશોધક સભા કાઢી.

– વિધવા દિવાળીનું ગણપત સાથે પુનર્લગ્ન કરાવ્યું. – ડાહીગૌરી સાસરે રહેવા આવ્યાં.

૧૮૬૧ – વિલાયતથી પાછા આવેલ મહીપતરામ સાથે ભોજન. – મહારાજ લાઈબલ કેસ.

૧૮૬૩ ફેબ્રુ. ૩ – ઇન્કમટેક્ષ કમિશ્નર કર્ટિસની સરચાર્જ અંગે મુલાકાત.

૧૮૬૪ સપ્ટે. – ‘ડાંડિયો’ પત્ર શરૂ કર્યું.

૧૮૬૪ જાન્યુ. ૧૮ – પિતાનું ૫૬ વર્ષની વયે અવસાન. ઘરની દેવપૂજા પડોશીને સોંપી.

૧૮૬૫ જુલાઈ – સૂરતમાં નિવાસ. સ્વજ્ઞાતિની વિધવા સવિતાગૌરીને પડોશમાં પોતાના મકાનમાં આશ્રય આપ્યો.

૧૮૬૫ સપ્ટેમ્બર – ‘નર્મગદ્ય’નું પ્રકાશન

૧૮૬૬ ઑગસ્ટ ૧૯ – નાતબહાર.

નવે. ૨૧ – નાતમાં પાછા.

– ‘મારી હકીકત’નું લેખન-પ્રકાશન.

– ‘નાયિકાવિષયપ્રવેશ’ ‘ઉત્તમ નાયિકા’ ડાહીગૌરીને અર્પણ.

૧૮૬૭ના આરંભે – અગિયાર વર્ષની ‘નર્મકવિતા’ ના મોટા પુસ્તકનું પ્રકાશન.

૧૮૬૭ નવે. ૭ – દસ હજારના દેવા વિશે વલોપાત.

૧૮૬૯ – સ્વજ્ઞાતિની બીજી વિધવા નર્મદાગૌરી (સુભદ્રા) સાથે લગ્ન.

૧૮૭0 – પુત્ર જયશંકરનો જન્મ.

૧૮૭0 – રામાયણ, મહાભારત તથા ઈલિયડના સાર વગેરેનું પ્રકાશન.

૧૮૭૪ – ‘નર્મગદ્ય’ શાલેય આવૃત્તિ તૈયાર કરી.

૧૮૭૫ – ‘નર્મગદ્ય’ની સરકારી આવૃત્તિનું પ્રકાશન થયું.

માર્ચ – ફરી મુંબઈમાં નિવાસ. – નિવૃત્તિ પ્રવૃત્તિના ધર્મ વિશે વ્યાખ્યાનો.

– આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી સાથે ચર્ચા.

– શિવશકિતરૂપે પરમેશ્વરને પૂજવા નિર્ણય. – ધ્યાનમંત્રનો જાપ.

૧૮૭૬ – શ્રી રામજાનકીદર્શન નાટક કેખુશરો કાબરાજીએ ભજવ્યું.

માર્ચ – નર્મકોશ પ્રગટ થયો.

૧૮૭૭ એપ્રિલ ૧૬ – સૂરતમાં ‘સરસ્વતીમંદિર’માં વેદ સરસ્વતીની સ્થાપના.

– શિવરાત્રી વ્રત, ચંડીપાઠ, શિવસ્તોત્ર, નર્મટેકરી પર સરસ્વતીની સ્તુતિ.

૧૮૭૮ – આર્યનીતિદર્શક મંડળીએ ‘દ્રૌપદી-દર્શન’ નાટક ભજવ્યું.

૧૮૭૯ – ભક્ષ્યાભક્ષ્ય ઈ. વિશે આચાર પાળવાનું નક્કી કર્યું. સૂર્યગ્રહણ પાળ્યું.

૧૮૮0 – જયશંકરને જનોઈ આપ્યું. પોતે પૂરા ‘આસ્થાવાન્’ થયા.

૧૮૮૧ – ‘શ્રી સારશાકુન્તલ’ની રચના અને તેનો તખ્તોપ્રયોગ.

૧૮૮૨ – શ્રીમદ્ ભગવદ્ગીતાનું ભાષાંતર પ્રગટ થયું.

ગોકુળદાસ તેજપાળ ધર્મખાતાના સેક્રેટરી તરીકે નિમણૂંક.

૧૮૮૩ – ‘શ્રી બાળકૃષ્ણવિજય’ નાટકની રચના.

૧૮૮૫ જુલાઈ ૧૯ – ધર્મખાતાની નોકરી છોડી.

૧૮૮૬ ૧૭ ફેબ્રુ. – મહાશિવરાત્રી – પરિવારજનોને સ્વધર્મનિષ્ઠા રાખવા અંતિમ ઉપદેશ.

૧૮૮૬ ફેબ્રુ. ૨૬ – અવસાન.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.