112 સિગુરદુર માન્યુસન

 

દ્રોહ

 

તારો સ્પર્શ મારા હૃદયને આહત કરી ગયો કારણ કે

એ જે હૃદયમાંથી આવતો હતો તે હૃદયને ચાહવાની

રજા નહોતી. મારી આંગળીનાં ટેરવાં તારી ભીની આંખ

પર ફરતાં રહ્યાં ને જેને કોઈની સાક્ષીએ છતું

ન કરી શકાય એવા સત્યને તેં તારી પાંપણો ઢાળીને

ઢાંકી દીધું.

ને આપણે બંને એકલવાયાં બાળકોની જેમ ઊભા

રહી ગયાં – શહેરના પ્રચણ્ડ પડછાયા નીચે, આપણે

એકબીજાના ગાલ પર દબાવેલા હાથ વચ્ચે હતું એક

ભયજનક સત્ય – જે શબ્દોમાં ઉચ્ચારાતું નહોતું.

 

આપણે એ સત્યની પીઠ કરીને ભાગ્યાં ને રાત્રિના

અન્ધકારમાં આપણા હાથ ધોયા, છતાં આપણી શિરાઓમાંનું

લોહી જૂના પડછાયાઓને આપણે કરેલા સત્યના દ્રોહના

સાક્ષી બનવા બોલાવી રહ્યું છે.

 

એતદ્: માર્ચ, 1978


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.