55 ચાઓ કુ

 

હું એકાકી

ચઢું છું નદીકાંઠેના મિનારા પર;

હૈયામાં વેદના.

 

ચન્દ્ર ચળકે છે

જળના જેવો;

ને જળ છે આકાશના જેવું.

 

મારી સાથે અહીં ચન્દ્રને જોવા

આવી હતી તે ક્યાં છે આજે?

ને છતાં

અહીં બધું છે જેમનું તેમ

ગયે વર્ષે હતું તેમ.

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.