149 પ્રણયીની ચાટુ-ઉક્તિ

 

જો સૂર્યને ઊગવું હોય તો ઊગે,

પ્હેલાં જરા આટલું સાંભળી લે;

 

મારી શિરામાં ય હજાર સૂર્યો

દાવાનળો લાખ હતા ધખાવતા;

રે કિન્તુ એનાં નયનોની સ્નિગ્ધ

મારી પરે દૃષ્ટિ થતાં જ માત્ર

સૂર્યો બધા ક્યાં ય ગયા બૂઝાઈ

ને ચાંદની શી છલકાઈ શીતળી!

કણે કણે અમૃતનો ફુવારો,

ભાંગી રહી એ ભરતી કિનારો.

 

જો સૂર્યને ઊગવું હોય તો ઊગે,

પ્હેલાં જરા આટલું ધ્યાનમાં લે.

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.