સૂર્ય અને ચન્દ્ર

સૂર્ય

થાકી ગયો મધ્યાહ્નનો સૂરજ
તેજની ડંફાશના બોજાથકી;
જૂઇની કળીને ખભે
ટેકવી માથું શિશુશો ઢળી પડ્યો!

 

ચન્દ્ર

અવાવરુ વાવતણે ઊંડાણે
આ લીલની ઝૂલભરેલ શાન્તિ;
એ ઓઢી પોઢ્યો શિશુ શો અહીં શશી,
સ્વપ્નો ગૂંથે રેશમી ભાત રે કશી!

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.