125 કેથલીન રાઇન

 

રાતે

 

ચન્દ્ર ત્યાં ચઢતો ઊંચે,

હું ઊતરું આ ઢાળ;

નિશ્ચિન્ત એ ત્યાં શૂન્યમાં,

મારે અહીં ના છાપરું માથે;

એ સ્વસ્થ,

અટવાઉં છું હું રક્તના ધુમ્મસ મહીં;

એને મુખે ના શબ્દ, હું

સંતાપના સિત્કારથી આકુલ;

હું ચન્દ્રમાં જાઉં ભૂલી:

કોની હશે આ આંખ જે તાકી રહી?

 

ક્ષિતિજ: જુલાઈ, 1963

 


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.