163 પૂર્ણિમા

 

અંધારની નાગણ કાળમુખી,

ઈંડું પણે પૂર્વમહીં મૂકી ગઈ;

એ ફોડીને સર્પ વિશેષ ઝેરીલો

ઘેરી વળી ગ્રાસ કરે સમસ્તનો

તેની પહેલાં જઈ કોઈ એની

નાંખો કરી કચ્ચર ઝીણીઝીણી.

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.