તારી બે આંખોનો સૂર્ય

તારી બે આંખોનો સૂર્ય અને ચન્દ્ર જોડે ગુણાકાર કરું,
તારા કેશના અન્ધકારમાંથી અમાસની રાતની બાદબાકી કરું,
તારા ઝાંઝરના ઝણકારને મારા નિ:શ્વાસથી ભાગી નાખું,
એ ત્રણ રકમના સરવાળાનો તારા કટાક્ષથી છેદ ઉરાડું;
એનો જે શેષ વધે તેને તારી મોંફાડની મંજૂષામાં મૂકી દઉં;
પછી એને મારા બે હોઠથી વાસી દઉં.

ઓગસ્ટ: 1962

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.