111 રોબર્ટ ક્રિલી

વરસાદ

 

આખી રાત એ ધ્વનિ ફરી ફરી

આવ્યા કરતો હતો,

ને હવે ફરીથી વરસે છે

આ શાન્ત એકધારો વરસાદ.

 

હું તે મારે મન શું છું

કે જે મારે સદા સંભારવાનું રહે?

એનો શા માટે ફરી ફરી આવો આગ્રહ?

 

આ સુખ, અરે આ વરસાદના

વરસવાની કઠોરતા,

એ મારે મન આ સિવાય બીજું કશું નહીં?

આવા દુરાગ્રહ વિનાનું કશુંક –

આ અન્તિમ અસુખની ક્ષણમાં જ

શું હું પુરાઈ રહીશ?

 

પ્રિયે, તું જો મને ચાહતી હો તો

આ વર્ષાની જેમ મારી પડખે સૂઈ જા.

વર્ષાના જેવી જ થઈને.

મારો થાક, મારી ઉદાસી, મારા પ્રત્યેની

બેપરવાહીભરી ઉપેક્ષા – આ બધું

દૂર કર

મને અકલુષિત સુખથી રસાર્દ્ર કરી દે.

 

એતદ્: જાન્યુઆરી, 1978

 


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.