67 ઘાસ

 

કૂણાં લીંબોઈનાં પાંદડાંના જેવા નરમ લીલા તડકાથી

પૃથ્વી ભરાઈ ગઈ છે આ સવારવેળાએ;

કાચા લીંબુના જેવું લીલું ઘાસ – તેવું જ સુવાસિત –

હરણો દાંત વડે તોડે છે એને!

 

મને ય થાય છે કે આ ઘાસની વાસ મદિરાની જેમ

જામ પર જામ ભરીને પીધે રાખું,

આ ઘાસનું શરીર ઉપભોગ્ય – આંખે આંખ ઘસું,

ઘાસની પાંખે મારાં પીંછાં.

ઘાસની અંદર ઘાસ થઈને જન્મું એક નિબિડ

ઘાસ-માતાના શરીરના સુસ્વાદુ અન્ધકારમાંથી અવતરું.

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.