69 આ બધું ય સારું લાગે

 

(આ બધું ય સારું લાગે): બારીની તરડમાંથી સવારનો સોનેરી તડકો આવે

મને એ ઊંઘતો જુએ પથારીમાં – મારી આર્ત આંખ,

મારા આ વિષણ્ણ મ્લાન કેશ –

એની સાથે ગેલ કરે; જાણે છે એ બહુ દિન પહેલાં મેં જે કરી હતી ભૂલ

જગતની સહુથી વિશેષ ક્ષમાહીન ગાઢ રૂપાંદેનું મુખ ચાહવાની;

પોષની આ શેષ રાતે આજે ય હું જોયા કરું ફરી વાર મારા દેશે

આવી છે એ? રંગ એનો કેવો તે તો જાણે છે આ તસતસ ભીનું જામરુલ

નરમ જામના જેવા વાળ એના, હોલાની છાતીના જેવી આંગળી અસ્ફુટ

પોષની આ શેષ રાતે ઘુવડની સાથે વહી આવે છે એ

 

ક્યારેકનો મૃત કાક; પૃથ્વીના મારગ પરે એ તો નથી આજે;

ને છતાં મ્લાન એ બારીની પાસે ઊડી આવે નીરવ સોહાગે,

મલિન બે પાંખો એની, ઘાસે છાયા છાપરાનાં, હિમ શિશિરે છે આંજી

ત્યારે તો આ પૃથ્વી પરે કોઈ પંખી જાગી બેઠું નો’તું શાખા પરે

પૃથ્વી સુધ્ધાં નો’તી – આખી રાત જાગ્યા કરે માત્ર એકાકી એ કાક,

‘મારું શું જવાનું હતું, એને જો ના ફરી કદી અહીં પામું?’

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.