*
આછી શી પવનની લહરી આવે ને
હલાવે દેવળનાં વૃક્ષ,
પર્ણોમાં રહી ગયેલ
પ્રાર્થના ને વાજંત્રિનો અવાજ
હલબલે, ડોલે
શાખાઓ વચ્ચેનું આકાશ શીત સ્પષ્ટ
પ્રાર્થના કરનારની આંખો જેવું.
*
કરોળિયાનું જાળું
એના હાથમાં ધારણ કરે છે બિન્દુ
થોડી વાર પહેલાં વરસેલી વર્ષાનું.
દૂરની સન્ધ્યાની આભા
અને મરેલા જંતુનું ખોખું
ઢળે છે ઇસુની જેમ.