કલમ અટકાવીને જોઈ રહ્યો
પશ્ચિમની બારીમાંથી
પાઇન અને વાંસવનની અસીમ નિસ્તબ્ધતા.
ચન્દ્ર ઊગ્યો, ઓરડામાં આવી ચઢી
હવાની આછી લહર;
એકાએક ભાન થયું કે પર્વત પર સન્ધ્યા ઢળી હશે
તેથી તન્દ્રાના ઘેનમાં ને ઘેનમાં સ્વપ્ન જોવા લાગ્યો:
પહોંચી ગયો છું દક્ષિણ પશ્ચિમે,
સૂતો છું સિમેન – ઉ મન્દિરમાં.
તન્દ્રા ઊડી જતાં કાને પડ્યા
દૂરની દેવડીના ઘંટા
ત્યારે મને થયું કે એ જાણે
પર્વતનાં ઝરણાંનો ખળખળ ધ્વનિ.