101 જે બધું રહી ગયું પાછળ

 

પ્રિયજનોનાં હું ભૂલી જાઉં મુખ

અને આ સમુદ્ર

ભૂલી જાય માછલીઓ

ભૂલી જાઉં પ્રિયતમા મારી

અને આ વસન્ત

ભૂલી જાય કેસૂડાંને

ભૂલી જાઉં હું સમય

અને જળ

ભૂલી જાય એની નૌકા

ભૂલી જાઉં કાવ્ય મારાં

અને આ નગર

ભૂલી જાય એના તારા

ભૂલી જાઉં સ્વપ્નો મારાં

અને ચન્દ્ર

ભૂલી જાય પરિધિ એની

ભૂલી જાઉં જિન્દગીને

અને પ્રભુ

ભૂલી જાય માનવોને

ભૂલી જાઉં વિશ્વને

અને આ સમુદ્ર

ભૂલી જાય ખણ્ડો એના

 

એતદ્: ડિસેમ્બર, 1977


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.