124 કુર્ત બાર્ત્શ

 

ખાઈ

 

સૈનિકોએ ખોદેલી ખાઈમાં

હવે ક્યારેક પ્રેમીઓ પ્રેમ કરતે છે.

એની બખોલોમાં ચકલીઓ રહે છે.

ધીમેર ધીમે માટી ધસતી જાય છે.

એનો જ તો એને મોટો ભય છે.

એને ખબર નથી કે

યુદ્ધ ક્યારનુંય થમ્ભી ગયું છે.

 

સજાવેલો ઓરડો

 

એક સાંજે

મુસાફરીએથી પાછા ફરતાં

મેં મારા ઘરનું બારણું ખોલ્યું.

મારી ખુરશીઓએ મને ઓળખ્યો નહીં.

ટેબલ પાસે જઈ શકવાની આશા છોડી દઈને

હું પાછો મારા ઓવરકોટમાં ભરાઈ ગયો.

ત્યાં જીવ્યા વગર જ પાછો વળી ગયો

મારી ખુરશીઓને બેવફાઈથી ચીઢવીને.

 

એતદ્: નવેમ્બર, 1980


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.