119 એગ્નિસ સોટિરાકોપૌલૌ – સ્કિના

 

માટી

 

મારી રાત્રિઓને ધિક્કારું –

ભયાનક રાત્રિઓ જેમાં પ્રેમ અવળા ફંટાયા,

ઉન્માદક રાત્રિઓ જેમાં અવર્ણનીય કામુક સ્વપ્નો સર્જાયાં,

પછી, રહી રહીને જાગૃતિ

ને અકળાવનારી નિરાશા, ભૂતાવળ શી ખીણ પહોળી,

ને અનિવાર્ય ઊંડી એ કબર!

કલ્પનાના સાથથી યે

છટકી શકું – એ શક્ય ના.

 

ભયથી વિકલાંગ આજે થરથરું;

ચાહું

અહીંથી દૂર ભાગી શકું – પણ ક્યાં જવું?

જગત આખું માટીનું બનેલું

ને હું એક અન્ધ કીડો – શોધ્યા કરું

માટીના ઝગારા માટીના અન્ધકારમાં


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.