155 આજે નથી તું –

 

આજે નથી તું અહીં તે જ સારું,

જો હોત તો શું થયું હોત તારું?

 

ઢાળ્યું નભે મસ્તક પૃથ્વીને ખભે,

નક્ષત્ર સૌ વિહ્વળ મીટ માંડે;

રે ભેટવાને ધસતા નદી તટો,

પાંખો પસારી ઊડતા શું પર્વતો!

વૃક્ષો તણી આ સહુ મત્ત ડાળીઓ

નાચી રહી છે ગુંથી આંગળીઓ;

આલંગિતાં આજ પ્રકાશછાયા,

પ્રભાવ વિસ્તારતી આ શી માયા!

શી થાત આજે તુજ ગર્વની દશા?

આવી પડી હોત ન બાહુપાશમાં?

 

તેથી કહું: તું નથી તે જ સારું,

જો હોત તો શું થયું હોત તારું?

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.