ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું,
ને સારવીને મધુ માત્ર લાવું;
એવું કરે કોઈક કાલિદાસ,
એની ન મારે ધરવી ય આશ.
તો આવ સાથે મળ્યું તે જ માણીએ,
માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ.
ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું,
ને સારવીને મધુ માત્ર લાવું;
એવું કરે કોઈક કાલિદાસ,
એની ન મારે ધરવી ય આશ.
તો આવ સાથે મળ્યું તે જ માણીએ,
માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ.