આ આકાશ ભૂંસી નાંખો આજે.
અન્ધકારે રાત્રિ લીંપી દિયો,
જ્યોત્સ્ના ડુબાડી દો અનિદ્રાની ઘન કાલિમામાં.
ઢાંકી દિયો બંને આંખ, પવનનો વ્યૂહ ભેદી નાંખી
રાત્રિના ઘૂમટાઘેર્યા સમુદ્રનો પદક્ષેપ ધ્વનિ
ઢાંકી દઈ આવો દ્રુત પદે
રુંધી દઈ નિ:શ્વાસ પ્રશ્વાસ
નિ:શબ્દ ચરણપાતે.
સ્થિરતા – નિસ્તબ્ધ અન્ધકારે
અનિદ્રાના શૂન્યે થાઓ નિરાલમ્બ
આપણી શુભદૃષ્ટિ.
પૃથિવીને ચૂર્ણ ચૂર્ણ કરી
આકાશે વિખેરી નાંખી ચાલ્યા આવો અન્ધકારે
મારામાં જ આજે.