59 લિ પો

 

વસન્તના પ્રભાતે ઝોકું આવી ગયું,

સવાર પડી ગઈ તેનો તો ખ્યાલ જ ન રહ્યો.

 

ચારે બાજુ ખુશખુશાલ પંખીઓનો

કિલકિલાટ કાને પડતો હતો.

 

મને થયું રાતે ઝંઝાવાત થયો હશે,

કોણ જાણે કેટલાં ય સુંદર ફૂલ ખરી પડ્યાં છે!

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.