લાગટ હેલી પછી તડકો

અસાવધ વિધાતાની ઝોળીમાંથી
કોઈકના ભાવિ સુખતણો ખંડ
પડી ગયો મારે આંગણિયે;
શોધાશોધ થશે એની તરત તે જાણું,
તો ય અધઘડી એનો દૃષ્ટિભોગ માણું.

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.