107 યોશિયા નોમુરા

 

‘ખાધે રાખું એવો ચન્દ્ર

ચન્દ્ર ના ખવાય

એવું કશું ના કારણ….’

માછલી કો ભૂખી

તળાવમાં ચાવ્યા કરે પડછાયો ચન્દ્રતણો

‘હું ખાઉં ખાઉં ને ખાધે જ રાખું

હજુ ચન્દ્ર નથી થયો પૂરો

કડુમ કડુમ.’

માછલી તળાવમહીં બબડતી આમ

ચાવ્યે ગઈ ભૂખી પડછાયો ચન્દ્રતણો

 

સમ્પુટ: માર્ચ, 1969


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.