70 નારંગી

 

એક વાર જ્યારે આ દેહની બહાર ચાલ્યો જઈશ

વળી શું પાછો નહિ આવું આ પૃથ્વી પર?

 

વળી પાછો આવી શકું

કોઈ એક શિયાળાની રાતે

એક ઠંડી નારંગીનું કરુણ માંસ લઈને

કોઈ એક પરિચિત મુમૂર્ષુના બિછાનાને કિનારે.

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.